હાલનાં આ મહામારીના સમયમાં સુંદર* *:- *નાની વાર્તા*
*હાલનાં આ મહામારીના સમયમાં સુંદર*
*:- *નાની વાર્તા*
*----------------------*
દર વર્ષે એક છોકરાને તેના માતાપિતા ઉનાળાના વેકેશનમા તેના મોટીબાના ઘરે ટ્રેનમાં લઈને જતા હતા, અને એક-બે અઠવાડિયા રહીને પછી તે જ ટ્રેનમાં ઘરે પરત આવતા હતા.
થોડા વર્ષ પછી છોકરાએ તેના માતાપિતાને કહ્યુ કે-: *′હવે હું થોડો મોટો થઇ ગયો છું, તમે મને આ વેકેશનમાં એકલો મોટીબાના ઘરે જવા દો ને ??*
થોડીક ચર્ચા પછી તેના *માતા-પિતા* થોડાક સુચનો અને સલાહ સાથે સંમત થયા.
(માતા-પિતા રેલવે સ્ટેશન પર દીકરાને મુકવા આવે છે અને તેને શુભેચ્છા પાઠવે છે.....અને બારીમાંથી બધી સુચનાઓ યાદ અપાવે છે.)
છોકરો પણ કહે છે ! ′હા..હા !! બધી સુચનાઓનું પાલન કરીશ.. ...!
ટ્રેન ઉપડે છે.....
પિતા છેલ્લે બારી માંથી તેનાં હાથમાં એક *પત્ર* આપે છે અને કહે છે.....કે
*′જો બેટા, રસ્તામાં તને બીક લાગે કે ડર લાગે તો આ પત્ર વાંચી લેજે એ તારા માટે જ છે......!*
હવે છોકરો એકલો ટ્રેનમાં બેઠો છે..... એ પણ તેના માતાપિતા વિના...... અને એ પણ પહેલી જ વખત......
તે ટ્રેનની બારીમાંથી બહારના દ્રશ્યો જુએ છે. તેની આસપાસ અજાણ્યા લોકો દોડધામ કરે છે, મુસાફરો ના અવાજ આવ્યા કરે છે, નવા લોકો કમ્પાર્ટમેન્ટમાં પ્રવેશ કરે છે અને બહાર નીકળે છે.
હવે ધીરેધીરે તેને અનુભૂતિ થાય છે કે તે *એકલો* જ છે.....
એક મુસાફર તેની સામે ઉદાસ ચહેરે બેઠો છે....
ભિખારીઓ ની અવર-જવર ચાલુ છે..... આ બધું જોઇને આ છોકરો બેચેની અનુભવે છે અને હવે તેને ડર લાગે છે.
તે માથું નીચું કરે છે, સીટના ખૂણામાં જઈ ઉંઘવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ડર ના કારણે ઉંઘી શક્તો નથી.
તેને યાદ આવે છે કે જ્યારે ટ્રેન ઉપડી ત્યારે તેના પિતાએ તેને એક *પત્ર* આપ્યો હતો.....
ગભરાતા ગભરાતા ધ્રૂજતા હાથે તે *પત્ર* ખોલે છે અને તેમા લખેલા લખાણને વાંચે છે. પત્રમાં લખ્યું હતું કે *"દીકરા, ચિંતા ન કર, હું આ જ ટ્રેનમાં તારી પાછળનાં ડબ્બામાં છું......"*
*------------------*
મિત્રો, જીવનમાં પણ આવુ જ છે.... જ્યારે *ભગવાન* આપણને આ દુનિયામાં મોકલે છે, ત્યારે આપણને પણ એક *પત્ર* આપી ને જ મોકલે છે... અને તેમા લખેલું હોય છે કે......
*તકલીફના સમયમાં ઉદાસ ન થઇશ.... હું તારી સાથે જ મુસાફરી કરું છું, ફક્ત તું મને દિલથી યાદ કરજે...*
*મિત્રો,*
આ મહામારીમાં
ગભરાશો નહીં, હતાશ થશો નહી.
No comments